નવી દિલ્હી: ક્યારેક ક્યારેક એવું જાણવા મળે છે કે આપણા પગ નીચેથી જમીન સરકી જાય. આવું જ કઈંક ઉત્તરાખંડ (Uttarakhand) ના કાશીપુરમાં જોવા મળ્યું છે. જ્યાં એક પતિએ કોલ ગર્લ (Call Girl) ને બોલાવી અને તેની સામે જ્યારે કોલગર્લ પહોંચી તો ખબર પડી કે તે યુવતી તો તેની પત્ની હતી. આ મામલો સામે આવ્યાં બાદ વિસ્તારમાં દરેકની જીભે આ જ કિસ્સો જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે વોટ્સએપ દ્વારા પતિએ એક મહિલા દલાલનો સંપર્ક કર્યો. ત્યારબાદ કોલ ગર્લની માગણી કરી. જ્યારે તે વ્યક્તિ પાસે કોલ ગર્લ આવી તો તે તેની પત્ની જ નીકળી. ત્યારબાદ બંને વચ્ચે મારામારી થઈ. બંનેએ એકબીજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. 


મળતી માહિતી મુજબ થોડા વર્ષ પહેલા દિનેશપુરમાં રહેતા યુવતના લગ્ન કાશીપુરની આઈટીઆઈ વિસ્તારમાં રહેતી યુવતી સાથે થયા હતાં. પરંતુ લગ્ન બાદથી જ યુવતી પતિ સાથે નહતી રહેતી અને પિયરમાં જ રહેતી હતી. સાસરે સમય ઓછો વીતાવતી હતી. ત્યારબાદ એક દિવસ યુવતીની એક સખીએ તેના પતિને જણાવ્યું કે તારી પત્ની કોલ ગર્લનું કામ કરે છે. યુવતીના પતિને તેણે એટલા માટે કહી દીધુ કારણ કે યુવતી સાથી તેની બહેનપણીને કોઈ વાત ઝઘડો થયો હતો. 


ત્યારબાદ પતિએ શ્યામપુરમમાં રહેતી એક મહિલા દલાલ જોડે વોટ્સએપ પર સંપર્ક કર્યો. દલાલને યુવકે કહ્યું કે મને એક કોલગર્લ જોઈએ છે. ત્યારબાદ મહિલા દલાલે કેટલીક યુવતીઓની તસવીરો તેને મોકલી. મહિલાએ મેસેજ કર્યો કે આમાંથી કોઈ એક પસંદ કરી લો. પતિએ તસવીરોમાંથી પત્નીને શોધી કાઢી અને પસંદ કરી. મહિલા દલાલનો નંબર યુવકની પત્નીની બહેનપણીએ જ અપાવ્યો હતો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...